ડુડા શાખા

ઘણી બધી યોજનાઓ અંતર્ગત નગરપાલિકાઓ તરફથી આવતી દરખાસ્તોની ચકાસણી કરવી, ક્ષતિ પૂર્તતા કરાવવી, દરખાસ્ત મંજુર થયે હુકમો તૈયાર કરવા, થયેલ હુકમોના ચેક ઈસ્યુ કરાવી કેશબુક લખાવવી, હીસાબો ચકાસવા, પત્રકો તૈયાર કરાવવા વિગેરે કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • નીચેની યોજનાઓ અંતર્ગત નગરપાલિકાઓ તરફથી આવતી દરખાસ્તોની ચકાસણી કરવી, ક્ષતિ પૂર્તતા કરાવવી, દરખાસ્ત મંજૂર થયે હુકમો તૈયાર કરવા, થયેલ હુકમોના ચેક ઇસ્યુ કરાવી કેશબુક લખાવવી, હિસાબો ચકાસવા, માસિક/ત્રિમાસિક પત્રકો તૈયાર કરાવવા/ગુજરાત મ્યુનિ.ફાઈ.બોર્ડ.ગાંધીનગર ખાતે મીટીંગમાં હાજર રહેવું, નગરપાલિકાની યોજનાઓના કામોમાં પ્રગતિ બાબતે સમયાંતરે પત્રો પાઠવવા, બેન્કો દ્વારા સબસીડીના વધુ કેસો મંજૂર થાય તે માટે પત્રવ્યવહાર કરવો વિગેરે કામગીરી નાયબ મામલતદારશ્રી દ્વારા કરવામાં આવે છે. આ તમામ યોજનાઓમાં કરોડોની ગ્રાંટ સરકારશ્રી તરફથી મળતી હોવાથી ગ્રાંટો વ્યવસ્થિત અને યોજનાઓમાં થયેલ જોગવાઈ અનુસાર જ ઉપયોગ થાય તે જોવાની કામગીરી પણ નાયબ મામલતદારશ્રી દ્વારા કરવામાં આવે છે.
  • સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના
  • નિર્મળ ગુજરાત શૌચાલય યોજના
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
  • વાજપાઈ નગરવિકાસ યોજનાના બીજા તબક્કાના કામો
  • મનોરંજન કર ગ્રાંટ અન્વયે કરવાના થતાં કામોની વહીવટી મંજૂરીની કામગીરી
  • ઉમ્મીદ યોજના તથા
  • જનભાગીદારીથી ખાનગી સોસાયટીના કામોની ગ્રાંટ ફાળવણીની કામગીરી
  • કૈલાસધામ યોજના
  • રસ્તા વિસ્તૃતિકરણના કામોની મંજૂરી
  • મિશન મંગલમ યોજનાનો સમાવેશ થાય છે.
 • મિશન મંગલમ યોજના અંતર્ગત ન.પા.ના સખી મંડળોના મોનીટરીંગની કામગીરી
 • યોજનાઓને લગતી તમામ દરખાસ્તોમાં જણાવેલ કામોની સ્થળ ચકાસણી કરી તાંત્રિક અભિપ્રાય આપવાની કામગીરી
 • યોજનાઓની ગ્રાંટના હિસાબોને લગતી તમામ કામગીરી

Key Contact

What's New ?

Whats new