ચુંટણી શાખા

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જીલ્લાની તમામ ચૂંટણીઓના નિયંત્રણ અધિકારી છે. તેઓ સંસદીય મતદાર વિસ્તાર માટેનાં ચુંટણી અધિકારી છે. વિધાનસભા મતવિસ્તાર માટે ચુંટણી અધિકારી તરીકે નાયબ કલેકટરના દરજ્જાથી નીચેના દરજજાનાં ન હોય તેવા અઘિકારીની નિમણુંક કરવામાં આવે છે. સામાન્ય રીતે વિધાનસભા મતદાર વિભાગનાં ચુંટણી અધિકારીઓ સંસદીય ચૂંટણી માટે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે હોય છે.

સામાન્ય રીતે લોકસભા ચૂંટણીનાં સંચાલન માટે કલેકટરને ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે, અને કલેક્ટરશ્રીને મદદ કરવા માટે ડેપ્યુટી કલેકટરની મદદનીશ ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે..

વિધાનસભા ચુંટણીના સંચાલન માટે કલેકટરને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તમામ નિયંત્રણ સત્તા છે અને નાયબ કલેકટર અને પેટા વિભાગીય અધિકારીઓને દરેક વિધાનસભા મતવિસ્તારના ચુંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

ચૂંટણી શાખાના કાર્યો :

 • મતદાતાઓને ફોટો-ઓળખ કાર્ડ આપવા.
 • ઓળખ કાર્ડને લગતા સુધારાઓ.
 • ડુપ્લિકેટ ફોટો આઇડી કાર્ડ્સ બનાવવા.
 • જાહેર જનતાની માગણી અન્‍વયે મતદાર યાદીની પ્રમાણિત નકલોની આપવી.
 • ચૂંટણી સંબંધિત રેકર્ડની જાળવણી
 • મતપેટીઓ, વિજાણું મતદાન યંત્રો, લોખંડની પેટીઓ અને મતદાર યાદીના અગાઉના રેકર્ડની જાળવણી માટેની જવાબદારી.
 • ચૂંટણી સંબંધિત સ્ટેશનરી છપાવવી અને જાળવવી.
 • વિધાનસભા ચૂંટણીનું અસરકારક અને સુચારૂ સંચાલન
 • ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
 • હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતીકો ફાળવવા.
 • ચૂંટણી સંબંધિત નોટિસ પ્રસિધ્ધ કરવી.
 • હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
 • મતપત્રો છપાવવા અને સેવા મતદારોને ટપાલ મતપત્રો મોકલવા.
 • ચુંટણી સામગ્રી સાથે મતદાન અધિકારીઓને મતદાન મથક પર મોકલવા
 • મતદાનના દિવસે વિધાનસભા મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયાની દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
 • ચૂંટણી દરમિયાન વૈધાનિક જોગવાઈઓ મુજબ મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સંપુર્ણ જવાબદારી.

FAQS about EVM & VVPAT

Downloads
[Gujarati] [11,386 KB]

ચૂંટણી શાખા

Downloads
[Gujarati] [190 KB]

મતદાર નોંધણી અધિકારીશ્રી ની વિગતો દર્શાવતુ પત્રક

Downloads
[Gujarati] [526 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new