એટીવીટી વર્ષ ૨૦૧૧-૧૨થી, રાજય સરકાર દ્વારા રાજયમાં ચાલતી વિકાસની પ્રક્રિયા, તાલુકાકક્ષાએથી જ શરૂ થાય અને ગ્રામ્ય પ્રજાને તેમની જરૂરીયાત મુજબની સુદ્રઢ પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય, તે હેતુને ધ્યાને લઈ "એ.ટી.વી.ટી." નામની એક નવી યોજના અમલમાં લાવવામાં આવી છે. જેનાથી વિકાસના દરને "Double Digit" પાર કરાવવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે.
આ ઉદ્દેશ સાથે આપણો તાલુકો વિકાસ યોજના (આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો- એ.ટી.વી.ટી.)નામની આ યોજના તાલુકાકક્ષાએથી શરૂ થનાર છે. અને તેનો મુખ્ય હેતુ મૂળભૂત પાયગત સુવિધાઓ જેવી કે ગ્રામ્ય આંતરીક રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા ઘન કચરાના નિકાલ એમ મુખ્ય ચાર સદરો હેઠળ વિકાસની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. પ્રતિ વર્ષ તાલુકાના ૧/૪ ગામોનો સમાવેશ કરવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. આ હેતુ સિધ્ધ કરવા વર્ષ ૨૦૧૧-૧૨ માટે રૂ. ૩૭૫.૨૫ કરોડ અને વર્ષ ૨૦૧૨-૧૩ માટે રૂ. ૪૦૩.૨૫ કરોડનું આયોજન મંજુર કરવામાં આવેલ છે. વર્ષ ર૦૧૩-૧૪માં રૂ. ૪ર૦.૦૦ કરોડનું આયોજન મંજુર કરવામાં આવેલ છે.જયારે ફાળવણી રૂ. ૪૦ર.૦૦ કરોડ કરવામાં આવેલ છે. અને સૂચિત જિલ્લા/તાલુકોઓ માટે રૂ. ૧૮.૦૦ કરોડ અનામત રાખવામાં આવેલ છે.